બાંધકામ શ્રમિક શિક્ષણ સહાય યોજના 2026 Gujarat | ₹2 લાખ સુધી સહાય

બાંધકામ શ્રમિક શિક્ષણ સહાય યોજના 2026 Gujarat માટે eligibility, અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને ₹2 લાખ સુધીની સહાયની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Jan 30, 2026 - 00:07
Jan 30, 2026 - 00:20
 13
બાંધકામ શ્રમિક શિક્ષણ સહાય યોજના 2026 Gujarat | ₹2 લાખ સુધી સહાય
Construction Worker Education Assistance Scheme 2026 Gujarat – Scholarship up to 2 Lakh for Children

બાંધકામ શ્રમિક શિક્ષણ સહાય યોજના 2026 : સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા નોંધાયેલ બાંધકામ શ્રમિકોના બાળકોને શિક્ષણમાં આગળ વધારવા માટે બાંધકામ શ્રમિક શિક્ષણ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દ્વારા શાળા થી લઈને ઉચ્ચ અને પ્રોફેશનલ અભ્યાસક્રમ સુધી આર્થિક સહાય આપવામાં આવે છે.

વિષય સૂચિ

શિક્ષણ સહાય યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે બાંધકામ શ્રમિકના બાળકોને શિક્ષણ માટે આર્થિક સહાય મળી રહે અને તેઓ ડોક્ટર, એન્જિનિયર, વકીલ જેવી ઉચ્ચ કારકિર્દી બનાવી શકે. નોંધાયેલ બાંધકામ શ્રમિકના કોઈપણ બે બાળકોને વર્ષમાં એકવાર સહાય આપવામાં આવે છે.

શિક્ષણ સહાય યોજનની પાત્રતા શરતો

  • અરજદાર રાજ્ય સરકારમાં નોંધાયેલ બાંધકામ શ્રમિક હોવો જોઈએ
  • બાંધકામ શ્રમિકના વધુમાં વધુ બે બાળકોને લાભ
  • બાળક નિયમિત અભ્યાસક્રમમાં દાખલ થયેલું હોવું જોઈએ

શિક્ષણ સહાયની રકમ

અભ્યાસક્રમ સહાય રકમ (રૂ.)
ધોરણ 1 થી 5 1,800
ધોરણ 6 થી 8 2,400
ધોરણ 9 થી 10 8,000
ધોરણ 11 થી 12 10,000
BA, BCom, BSc, BBA, BCA, LLB 10,000
MA, MCom, MSc, MSW 15,000
MBA, MCA 25,000
ધોરણ 10 પછી ડિપ્લોમા 25,000
MBBS, MD, Dental ₹25,000 થી ₹2,00,000 અથવા 100% ફી
Engineering, Architecture, Pharmacy, Nursing ₹25,000 થી ₹50,000 અથવા 100% ફી

હોસ્ટેલ સહાય

જો વિદ્યાર્થી પોતાના તાલુકા બહાર અભ્યાસ કરે છે અને સરકારી હોસ્ટેલમાં પ્રવેશ ન મળ્યો હોય, તો 10 મહિના માટે દર મહિને રૂ. 1,200 અથવા ભરેલ હોસ્ટેલ ફી (જે ઓછું હોય તે) મળશે.

પુસ્તક સહાય

અભ્યાસક્રમ પુસ્તક સહાય (રૂ.)
ડિપ્લોમા 3,000
Engineering, Pharmacy, Nursing વગેરે 5,000
Medical / Dental 10,000

શિક્ષણ સહાય યોજનાના જરૂરી દસ્તાવેજો

  • બોનાફાઈડ સર્ટિફિકેટ (નમુનો Download માટે નિચે ફાઈલ લીસ્ટ જુઓ)
  • આધારકાર્ડ
  • ગયા વર્ષનું પરિણામ
  • ફી ભર્યાની રસીદ
  • બેંક પાસબુકની નકલ
  • આવકનો દાખલો
  • એફિડેવિટ / સંમતિપત્ર (નમુનો Download માટે નિચે ફાઈલ લીસ્ટ જુઓ)

અરજી ક્યાં અને કેવી રીતે કરવી

  • બાંધકામ બોર્ડની જિલ્લા કચેરીમાં
  • અથવા સન્માન પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી

શરતો અને નિયમો

  • શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી 6 મહિનામાં અરજી કરવી ફરજિયાત
  • એક જ ધોરણ માટે ફરી સહાય મળતી નથી
  • RTE / Open University / અન્ય સમાન સહાય લેતા હોય તો પાત્ર નહીં
  • ઉંમર મર્યાદા: મહત્તમ 30 વર્ષ (અપંગ બાળકોને છૂટ)

શિક્ષણ સહાય યોજનાની અરજી પ્રક્રિયા

  1. ઓનલાઈન અરજી
  2. જિલ્લા કચેરી દ્વારા ચકાસણી
  3. રાજ્ય કક્ષાએ મંજૂરી
  4. DBT મારફતે સીધી બેંક ખાતામાં રકમ જમા

બાંધકામ શ્રમિક શિક્ષણ સહાય યોજના ગરીબ પરિવારોના બાળકો માટે શિક્ષણનો મજબૂત આધાર પુરો પાડે છે અને તેમના ભવિષ્યને ઉજળું બનાવે છે.

Files

BM Talavadiya I specialize in breaking down Education, Career updates, and Government initiatives into digestible, actionable content. From the latest job openings to essential legal services, I ensure vital information is accessible to everyone. I don't just write updates; I provide the roadmap for students and professionals to stay ahead.